Site icon Time News

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત… જાણો કોનું કપાયું પત્તુ, કોને મળ્યું સ્થાન

 ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની પસંદગી માટે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની એક બેઠક મુંબઈમાં યોજાઈ હતી. જે બાદ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી.

T20 વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ફાઇનલ 8 માર્ચે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), નામિબિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

ટીમ ઈન્ડિયા તેની ગ્રુપ મેચો ચાર અલગ અલગ સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમની ગ્રુપ મેચો અરુણ જેટલી સ્ટેડિયમ (દિલ્હી), વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ), આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) ખાતે યોજાશે.

T20 વર્લ્ડ કપમાં ભારતની મેચો

07 ફેબ્રુઆરી, 2026, સાંજે 7:00 વાગ્યે, ભારત vs યુએસએ – મુંબઈ
12 ફેબ્રુઆરી, 2026, સાંજે 7:00 વાગ્યે, ભારત vs નામિબિયા – દિલ્હી
15 ફેબ્રુઆરી, 2026, સાંજે 7:00 વાગ્યે, ભારત vs પાકિસ્તાન – પ્રેમદાસા, કોલંબો
18 ફેબ્રુઆરી, 2026, સાંજે 7:00 વાગ્યે, ભારત vs નેધરલેન્ડ – અમદાવાદ

T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, ઈશાન કિશન

Exit mobile version