Site icon Time News

Stock market: ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો

વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ નજીવી વૃદ્ધિ સાથે ખૂલ્યા બાદ 935.69 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત 81000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. છેલ્લે 17 ડિસેમ્બર, 2024ના રોજ 81000ના લેવલ પર ટ્રેડ થયો હતો.

શેરબજાર હેવી કરેક્શન બાદ હવે સુધારા તરફ આગેકૂચ કરતું જોવા મળ્યું છે. નિફ્ટી 50 આજે 24500ની મજબૂત ટેક્નિકલ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જે 10.41 વાગ્યે 185.10 પોઈન્ટના ઉછાળે 24519.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 442.05 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો. સેન્સેક્સ 10.42 વાગ્યે 739 પોઈન્ટના ઉછાળે ટ્રેડેડ હતો.

વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજાર સુધર્યા છે. બેન્કિંગ શેર્સમાં મોટાપાયે ખરીદી નોંધાઈ છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.24 ટકા, એક્સિસ બેન્ક 1.44 ટકા, એસબીઆઈ 1.41 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.34 ટકા ઉછળ્યો છે. 

આ પણ વાંચો. Vadodara: હરણી બોટકાંડની પીડિત મહિલાઓ અચાનક CMના કાર્યક્રમમાં ઉભી થઈ, પછી જુઓ શું થયું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version