
પોરબંદર જિલ્લામાં ધરમપુર ગામ નજીક આવેલા નેસ વિસ્તારમાં ભારતીય નેવીનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ક્રેશ થતાં સ્થાનિક વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં જ ભારતીય નેવી, પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ક્રેશ થયેલું UAV અનઆર્મ્ડ હોવાથી કોઈ વિસ્ફોટ કે અન્ય જોખમી ઘટના સર્જાઈ નથી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળને કોર્ડન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
