Site icon Time News

11 દેશોના એરસ્પેસથી દૂર રહેવા ભારતીય એરલાઇન્સને સૂચના, અનેક ફ્લાઇટ્સ રદ

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓ પછી મધ્યપૂર્વમાં તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના સીધા પ્રભાવ હવાઈ સેવાઓ પર જોવા મળી રહ્યા છે. ભારતના DGCA એ ભારતીય એરલાઇન્સને ઇરાન, ઇઝરાયલ સહિત 11 દેશોના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવાનું ટાળવાની તાત્કાલિક સલાહ આપી છે. આ નિર્ણય 2 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો અને European Union Aviation Safety Agency (EASA) ના કોન્ફ્લિક્ટ ઝોન બુલેટિનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

સલાહ બાદ Air India, IndiGo, Air India Express, Akasa Air અને SpiceJet જેવી એરલાઇન્સે મધ્યપૂર્વ જતી ઘણી ફ્લાઇટ્સ રદ અથવા સ્થગિત કરી છે. અચાનક એરસ્પેસ બંધ થવાથી અનેક આંતરરાષ્ટ્રીય વિમાનોને માર્ગ બદલવા પડ્યા હતા. દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની એક ફ્લાઇટને મુંબઈ પરત ફરવું પડ્યું હતું. શનિવારે સાંજે 5:45 વાગ્યા સુધીમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 57 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અમૃતસરનાશ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશલ એરપોર્ટ એ પણ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં મુસાફરોની સુરક્ષા અને રિયલ-ટાઈમ સંકલન પર ભાર મૂકાયો હતો. Airports Authority of India તથા ખાનગી એરપોર્ટ ઓપરેટરોને સંભવિત ડાયવર્ઝન અને ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે રિશેડ્યુલિંગ અને કેન્સલેશન ચાર્જમાં છૂટ આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે Ministry of External Affairs સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:દુબઈ એરપોર્ટ પર ફસાઈ અભિનેત્રી સોનલ ચૌહાણ, PM મોદી પાસે માંગી મદદ

Exit mobile version