Site icon Time News

આગામી સમયમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે, PM મોદીએ ISRO ની સિદ્ધિઓ ગણાવી

પીએમ મોદીએ સ્પેસ ડે નિમિત્તે દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, ‘આ વખતે સ્પેસ ડેની થીમ છે – ‘આર્યભટ્ટથી ગગનયાન સુધી’. તેમાં અતીતનો આત્મવિશ્વાસ અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ઓછા સમયમાં ‘નેશનલ સ્પેસ ડે’ યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો અવસર બની ગયો છે. આ આપણા દેશ માટે ગર્વની વાત છે.’

હું સ્પેસ સેક્ટર સાથે જોડાયેલા તમામ લોકો, વૈજ્ઞાનિકો, તમામ યુવાનોને નેશનલ સ્પેસ ડે પર અભિનંદન પાઠવું છું. હાલમાં જ ભારતે International Olympiad on Astronomy and Astrophysics નું પણ આયોજન કર્યું છે. જેમાં વિશ્વના 60 થી વધુ દેશોના 300 યુવાનોએ તેમાં ભાગ લીધો હતો. ભારતીય યુવાનોએ પણ મેડલ જીત્યા છે. આ ઉપરાંત યુવાનોમાં સ્પેસ ક્ષેત્રે રસ વધે તે માટે ISRO દ્વારા પહેલ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, ‘સ્પેસ સેક્ટરમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને ભારતીય વૈજ્ઞાનિકોનો મંત્ર બની ગયો છે. માત્ર 2 વર્ષ પહેલા આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા હતા. આપણે સ્પેસમાં ડોકિંગ અને અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવનારા ચોથા દેશ બન્યા છીએ. ત્રણ દિવસ પહેલા જ હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યો હતો.’

‘અમે ભારતનો અંતરિક્ષયાત્રી પૂલ તૈયાર કરી રહ્યા છીએ’
ISS પર ત્રિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો છે. જ્યારે તેઓ મને ત્રિરંગો બતાવી રહ્યા હતા, ત્યારે એ લાગણીને શબ્દો વર્ણવવું મુશ્કેલ હતું. તેમની સાથેની મારી વાતચીતમાં, મેં નવા ભારતના યુવાનોની હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે અમે ભારતનો અંતરિક્ષયાત્રી પૂલ પણ તૈયાર કરી રહ્યા છીએ. હું આપણા યુવાનોને કહેવા માંગુ છું કે, ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અંતરિક્ષયાત્રી પૂલમાં જોડાવો.

તેમણે કહ્યું કે, ‘આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં, તમારા બધા વૈજ્ઞાનિકોની મહેનતથી ભારત ગગનયાનની ઉડાન પણ ભરશે અને આવનારા સમયમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે. અત્યાર સુધી આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ

Exit mobile version