Site icon Time News

વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મેચ અધિકારીઓએ હવામાન સુધરવાની લગભગ પાંચ કલાક રાહ જોઈ પરંતુ સત્તાવાર રીતે રદ કરવાની પુષ્ટી ભારતીય સમય મુજબ સવારે 11:10 વાગ્યે કરવામાં આવી. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કમનસીબે મેચમાં એક પણ બોલ ફેંકાયો ન હતો.

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે. આજની મેચ જીતવાથી 3-૦થી શ્રેણી જીતી શકી હોત. સાત વર્ષમાં આ પહેલી વાર બન્યું હોત કે કોઈ ટીમે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં હરાવ્યું હોય. આ સિદ્ધિ હાંસલ કરવા માટે ભારતીય ટીમે હવે 13 નવેમ્બર સુધી રાહ જોવી પડશે, જ્યાં ચોથી વનડે મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.

Exit mobile version