Site icon Time News

Indian Navy: ઈન્ડિયન નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે ભારત 63,000 કરોડ રૂપિયાની કરાઇ ડીલ

ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. બંને દેશોની સરકારો ટૂંક સમયમાં 63,000 કરોડ રૂપિયાથી વધુના આ સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે, જે હેઠળ ભારતીય નૌકાદળને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર રાફેલ મરીન જેટ મળશે. ડીલ પૂર્ણ થયા પછી રાફેલ મરીન એરક્રાફ્ટની ડિલિવરી 2029 ના અંતથી શરૂ થશે અને 2031 સુધીમાં ભારતીય નૌકાદળને બધા 26 એરક્રાફ્ટ મળી જશે. આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની પ્રાઇવેટ એવિએશન કંપની દસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવશે.

આ રાફેલ-એમ વિમાનોને INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી ભારતીય નૌકાદળના આ બંને જહાજો જૂના મિગ 29-કે ફાઇટર પ્લેન સાથે તેમના મિશન પૂર્ણ કરે છે. રાફેલ-એમ વિમાનોનો કાફલો જૂના થઈ રહેલા મિગ-29કે વિમાનોના કાફલાનું સ્થાન લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોદા હેઠળ 26 રાફેલ જેટ સિવાય ઓફસેટ જવાબદારીઓ હેઠળ આ વિમાનોના પાર્ટ્સનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે. તે સિવાય ફ્રાન્સ કર્મચારીઓને તાલીમ પણ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ આ ડીલને મંજૂરી આપી દીધી છે. રાફેલ મરીન એ રાફેલ ફાઇટર એરક્રાફ્ટનું એક વર્ઝન છે જે એરક્રાફ્ટ કેરિયર્સ માટે રચાયેલ છે, જે તેના અદ્યતન એવિઓનિક્સ, વેપન સિસ્ટમ અને હવાઈ યુદ્ધમાં નિપુણતા માટે જાણીતું છે. રાફેલ-એમ વિમાનવાહક જહાજોથી હાથ ધરવામાં આવતા મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હુક્સ અને શોર્ટ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી (STOBAR) કામગીરી કરવા માટે મજબૂત એરફ્રેમ છે. 

આ પણ વાંચો, Gandhinagar: ધારાસભ્યોની ગ્રાન્ટમાં કરાયો ધરખમ વધારો, 1.5 કરોડની ગ્રાન્ટ વધારીને 2.5 કરોડ કરાઈ, 1 કરોડ વધી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version