Site icon Time News

Rafale-M fighter jet deal: ભારત-ફ્રાંસ વચ્ચે 26 રાફેલ-એમ લડાકૂ વિમાનની ડિલ, 63,000 કરોડના સોદા પર હસ્તાક્ષર 

આજે ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂપિયા 63,000 કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું, જ્યાં નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ કે સ્વામીનાથન હાજર હતા. 

ભારતીય નૌકાદળના કાફલામાં 26 રાફેલ મરીન એરક્રાફ્ટ સામેલ થશે.  રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ કે. સ્વામીનાથનની હાજરીમાં આ કરારની આપ-લે કરવામાં આવી હતી.

એક તરફ ભારત પહેલગામ હુમલાના દોષિતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારત પોતાની સંરક્ષણ શક્તિ વધારવામાં વ્યસ્ત છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે સૌથી મોટી ડિફેન્સ ડીલ થઈ  છે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે કરાર કર્યા છે. આ ડીલ લગભગ 63 હજાર કરોડ રૂપિયાની છે. આ 26 રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટ ભારતીય નેવી માટે હશે. આ ડીલને થોડા સમય પહેલા સંરક્ષણ પરની કેબિનેટ કમિટીએ મંજૂરી આપી હતી. આ અંતર્ગત ફ્રાન્સ ભારતને 22 સિંગલ-સીટર અને 4 ટ્વિન-સીટર રાફેલ આપશે.

ખાસ વાત એ છે કે આજે રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર થયા છે. તે ભારતીય નૌકાદળ માટે છે. તમામ રાફેલ વિમાન INS વિક્રાંતથી ઓપરેટ થશે. હાલમાં MiG-29s INS વિક્રાંત પર તૈનાત છે. રાફેલ મરીન પ્લેન મિગ-29નું સ્થાન લેશે. આજે, રાફેલ મરીન એરક્રાફ્ટ ફ્લીટની જાળવણી, લોજિસ્ટિક સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઉત્પાદન પર પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારતની આ ડીલથી પાકિસ્તાન ભયમાં છે. કારણ કે પહેલગામ હુમલા બાદ ભારતે INS વિક્રાંતને અરબી સમુદ્રમાં તૈનાત કરી દીધા છે.રાફેલને લઈને ફ્રાન્સ સાથે ભારતનો આ બીજો કરાર છે. અત્યાર સુધી ફ્રાન્સે ભારતને 36 રાફેલ ફાઈટર જેટ પ્લેન આપ્યા છે. જેઓ ભારતની સરહદો પર પોતાની ગર્જનાથી દુશ્મનોમાં ડરનો માહોલ બનાવી રહ્યા  છે. વાયુસેનામાં 36 રાફેલ ફાઇટર પ્લેન તૈનાત છે અને તેના માટે વાયુસેનાએ અંબાલા અને હાશિમારામાં બે સ્ક્વોડ્રનની રચના કરી છે. હવે નવી રાફેલ ડીલ થઈ છે. આ અંતર્ગત ભારતીય નૌસેનાને મળેલા તમામ 26 રાફેલ વિમાનો આપવામાં આવશે. તેમને INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. જે INS વિક્રમાદિત્ય પછી ભારતનું બીજું એરક્રાફ્ટ કેરિયર છે.

આ પણ વાંચો, Pahalgam attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભાજપ અધ્યક્ષની ચૂંટણી ટળી, નડ્ડાના હાથમાં જ રહેશે કમાન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version