Site icon Time News

Lahore: ભારતે લાહોરમાં પાકિસ્તાનની એરડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, સેનાના ડ્રોન હુમલાનો કહેર

પહેલગામ આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. જોકે, પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને ભુજ સહિત 15 સ્થળો પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, ભારતે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતે તે બાદ પાકિસ્તાનમાં 9 સ્થળોએ ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ યૂનિટને ભારે નુકસાન થયું છે.

ભારત સરકારે ઓફિશિયલ નિવેદન જાહેર કરતા જણાવ્યુ, “આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં કેટલાક સ્થળો પર એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનને જવાબી કાર્યવાહીમાં તેની ભાષામાં જ જવાબ આપ્યો છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે.”

આ પણ વાંચો, USA: ‘સુરક્ષિત સ્થળે જતા રહો’, લાહોરમાં ભારતના ડ્રોન હુમલા બાદ અમેરિકાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version