Site icon Time News

વધુ એક રાજ્યમાં HMPV વાયરસનો કેસ મળતા હડકંપ, 10 મહિનાનું બાળક સંક્રમિત, જાણો દેશમાં કેટલા કેસ? 

દેશમાં HMPV વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન આસામમાં પણ એક કેસ સામે આવ્યો છે. અહીં લખીમપુરમાં 10 મહિનાનું બાળક HMPV વાયરસથી સંક્રમિત છે. બાળકને હાલમાં આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડિબ્રુગઢમાં દાખલ કરવામાં આવ્યો છે. તબીબોનું કહેવું છે કે બાળકીની હાલત સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી.

આસામમાં આ કેસ નોંધાયા બાદ દેશમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કુલ 15 કેસ નોંધાયા છે. સૌથી વધુ 4 કેસ ગુજરાતમાં છે. શુક્રવારે રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ ગુરુવારે 3 કેસ નોંધાયા હતા.ભારતમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ના કેસોમાં વધારો વચ્ચે, કેન્દ્રએ મંગળવારે રાજ્યોને દેશમાં શ્વસન રોગની દેખરેખની સમીક્ષા કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે વર્ચ્યુઅલ મોડમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની બેઠકની અધ્યક્ષતા કરતા જણાવ્યું હતું કે રાજ્યોએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસ ચેપ (SARI) સર્વેલન્સ અને સમીક્ષાને મજબૂત કરવી જોઈએ.

Exit mobile version