
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઢ પોલીસ લાઇનમાં એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. ગઢ પોલીસ લાઇન સરકારી વસાહત વિસ્તારમાં રાધનપુરના PSIએ પિસ્તોલની અણીએ યુવતીના અપરણનો કર્યો હતો. યુવતીના પરિવારજનો નવરાત્રીમાં ગરબે રમવા ગયા હતા અને આરોપી પીએસઆઈએ આ તક ઝડપી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી PSIને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતો જોકે વોશરૂમ જવાના બહાને PSI પ્રવીણ મોરી ફરાર થઈ ગયો હતો. ગઢ પોલીસે 3 ટિમો બનાવી PSI પ્રવીણ મો ને પકડવા તજવીજ હાથ ધરી છે.
રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવીણ મોરીએ ગઢ પોલીસ લાઈનમાં યુવતી પર પિસ્તોલ તાકી, તેને ધમકાવીને બળજબરીપૂર્વક ઢસડી જઈ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા જ આસપાસના અન્ય પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
