
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે આયોજિત થનારી ખાસ સ્પર્ધાત્મક (Semi Direct) મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી (HTAT) અંગે અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરીને મોકલવામાં આવેલા પરિપત્ર મુજબ ઉમેદવારોની પાત્રતા અને જિલ્લા ફેરબદલી અંગે નીચે મુજબની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
મુખ્ય શિક્ષક (વર્ગ-III) વિશેષ સ્પર્ધાત્મક પરીક્ષા નિયમો, 2026 મુજબ આ કસોટી ખાસ કરીને બઢતી (Promotions) માટે યોજવામાં આવી રહી હોવાથી તેમાં બઢતીના નિયમો લાગુ પડશે. આથી, બઢતી માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતા હોય તેવા ફીડર કેડરના શિક્ષકો જો જરૂરી શૈક્ષણિક અને સેવા લાયકાત ધરાવતા હોય, તો તેઓ સ્નાતક (Graduate) છે કે નહીં તે ધ્યાને લીધા વિના તેમને આ HTAT પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી સૌથી મહત્વની સ્પષ્ટતા અનુસાર, HTAT ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ઉમેદવાર સ્નાતક (Graduate) હોવું ફરજિયાત નથી. જો શિક્ષક સ્નાતક ન હોય પરંતુ બઢતી માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતા હોય, તો ફીડર કેડરના આવા શિક્ષકો પોતાની લાયકાતના આધારે જ HTAT પરીક્ષા આપી શકશે. શિક્ષક સ્નાતક છે કે નહીં તે ધ્યાનમાં લીધા વગર જ તેમને આ પરીક્ષામાં ઉમેદવારી કરવા માટે પાત્ર ગણવામાં આવશે.
જિલ્લા ફેરબદલી પામેલા શિક્ષકો માટે રાહત
જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ચૂક્યા છે, પરંતુ માત્ર વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (Relieve) કરવામાં આવ્યા નથી, તેવા શિક્ષકો પણ આ પરીક્ષા માટે અરજી કરી શકશે. આવા શિક્ષકોને તેમની નવી બદલીવાળી શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે જ HTAT પરીક્ષામાં અરજી કરવા અને બેસવા માટે યોગ્ય ગણવામાં આવશે. શિક્ષણ વિભાગની આ સ્પષ્ટતા બાદ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આગળની તમામ આનુષંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેનાથી હજારો શિક્ષકોને મોટી રાહત મળશે.
આ ઉપરાંત, બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકો માટે પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ચૂક્યા છે પરંતુ વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (Relive) કરવામાં આવ્યા નથી, તેવા શિક્ષકો પણ આ પરીક્ષા આપી શકશે. આવા શિક્ષકો પોતાની બદલીવાળી નવી શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
