Site icon Time News

Monsoon entry into the country: દેશમાં ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત, જાણો ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું

હવામાન વિભાગના અહેવાલ અનુસાર કેરળમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે તેના નક્કી સમય એટલે કે 1 જૂનથી આશરે એક અઠવાડિયા વહેલું કેરળ આવી પહોંચ્યું છે. આ સાથે 16 વર્ષમાં પહેલીવાર કેરળમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આગમન માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની હતી. ઓછા દબાણવાળા વિસ્તાર અને આગળ વધતા ચોમાસાની સિસ્ટમના કારણે ગત બે દિવસમાં કેરળના અનેક ભાગમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો. આ પહેલાં 2009 અને 2001માં આટલું વહેલા ચોમાસું આવ્યું હતું, જ્યારે તે 23 મેના દિવસે રાજ્યમાં પહોંચ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જો કે, આઠ દિવસ પહેલાં જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે તે 16 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ 1918માં રાજ્યમાં 11 મેના દિવસે જ ચોમાસાની શરૂઆત થઈ હતી. બીજી બાજું, સૌથી મોડા ચોમાસાનું આગમન 1972માં નોંધાયેલું છે, જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ 18 જૂનથી શરૂ થયો હતો. છેલ્લાં 25 વર્ષમાં સૌથી વધારે મોડું ચોમાસાનું આગમન 2016માં થયું હતું.

આ પણ વાંચો, EPFOના 7 કરોડથી વધુ ગ્રાહકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને મંજૂરી આપી

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version