Site icon Time News

Ahmedabad: જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદેસર ઝુબેદા હાઉસ જમીનદોસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક્શન

અમદાવાદના જુહાપુરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જુહાપુરા વિસ્તારમાં નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જુહાપુરા મેઈન રોડ પર સરકારી જમીન પર બનેલા ઝુબેદા હાઉસનું ડિમોલિશન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરાયું. નઝીર વોરાએ આશરે 20 હજાર ચોરસ ફૂટની સરકારી જમીન પર કબજો કરી, ઝુબેદા હાઉસમાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું.

આ સ્થળે તહેવારોમાં બાળકો માટે રમતગમતનાં સાધનો મૂકી આવક મેળવવામાં આવતી હતી, તેમજ લગ્ન પ્રસંગો માટે પણ આ જગ્યા ભાડે આપવામાં આવતી હતી.નઝીર વોરા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મારામારી અને ગેરકાયદેસર જમીન કબજાના પ્રયાસ સહિત 29 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.આ પહેલા ચંડોળા તળાવમાં શહેરનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચંડોળા તળાવની આસપાસ આશરે 12 હજાર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશન પહેલા ચંડોળા તળાવ મકાનો-ઝૂંપડાથી ઘેરાયેલું જોવા મળી રહ્યું હતું. જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરીને ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે, ત્યારે ચંડોળા તળાવની બદલાયેલી સૂરતનો ડ્રોન વ્યૂનો વીડિયો સામે આવ્યો છે. 

આ પણ વાંચો, Ahmedabad: અસામાજીક પ્રવૃતિ કરતા 24 ઇસમોને એક સાથે ‘પાસા’, 10 વિરૂદ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version