
ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં છે. પોતાના રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઓપરેશન સિંદૂરમાં વહેતા લોહીના દરેક ટીપાનો બદલો લેવાની ધમકી આપી હતી. આ દરમિયાન ગુરુવારે (8 મે,2025) ના રોજ, પાકિસ્તાની સેનાએ અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.
વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે, અમે ફક્ત આતંકવાદના ગઢ પર હુમલો કર્યો. સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ગઈકાલે રાત્રે પાકિસ્તાને ફરી ઉશ્કેરણી કરી. અમારી પાસે પાકિસ્તાની હુમલાના પ્રયાસના પુરાવા છે. અમે પાકિસ્તાની હુમલાનો જવાબ આપ્યો.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આતંકવાદી ના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેના કેમ હાજર હતી? અમારી પાસે પાકિસ્તાની હુમલાના પ્રયાસના પુરાવા છે. એલઓસી પર પાકિસ્તાની ગોળીબારમાં 16 ભારતીયોના મોત થયા છે. પાકિસ્તાને શીખ સમુદાય પર હુમલો કર્યો. ગઈકાલે પાકિસ્તાને ગુરુદ્વારા પર હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતની કાર્યવાહી આતંકવાદી માળખાને નષ્ટ કરવા સુધી મર્યાદિત હતી; અમે નાગરિકો કે લશ્કરી મથકો પર હુમલો કર્યો નથી, પરંતુ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના માહિતી મંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન કે અહીં કોઈ આતંકવાદી નથી તે સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક છે. પાકિસ્તાન હજુ પણ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. ઓસામા બિન લાદેન ત્યાં મળી આવ્યો હતો અને પાકિસ્તાને તેને ‘શહીદ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા “સંયુક્ત તપાસ” ની ઓફર ફરી એકવાર સમય બચાવવા અને પોતાને બચાવવાની રણનીતિ છે.
MEA પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, 22 એપ્રિલે પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાથી તણાવ શરૂ થયો હતો, જેનો અમે જવાબ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલગામ પર નિવેદન જારી કરતી વખતે પાકિસ્તાને TRF ના નામનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો હતો. ભારત દ્વારા આપવામાં આવેલ જવાબ ચોક્કસ, નિયંત્રિત અને કેન્દ્રિત છે. આ ઉશ્કેરણીજનક નથી. કોઈ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા, ફક્ત આતંકવાદી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન આતંકવાદીઓનું ઘર છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત તપાસ સમિતિ વિશે વાત કરી રહ્યું છે. જો આપણે પાકિસ્તાનના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો ભારતે મુંબઈ હુમલા અને પઠાણકોટ પર ફોરેન્સિક પુરાવા પૂરા પાડ્યા હતા અને ગુનેગારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે ભારતે પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને પકડ્યો, ત્યારે તેણે પાકિસ્તાનને બધા પુરાવા આપ્યા, પરંતુ પાકિસ્તાને કંઈ કર્યું નહીં. પઠાણકોટ પર સંયુક્ત તપાસ ટીમ પણ બનાવવામાં આવી હતી, અમે બધી વિગતો અને પુરાવા આપ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના બધા પુરાવા આપવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાને કંઈ કર્યું નહીં. સંયુક્ત તપાસનો દાવો પાકિસ્તાનની વિલંબની રણનીતિનો એક ભાગ છે. આ પાકિસ્તાનનો આતંકવાદીઓને બચાવવાનો રસ્તો છે. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય તપાસ અટકાવવાનો છે.
વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ભારતનો જવાબ ચોક્કસ અને સંયમિત છે. આ ઉશ્કેરણીજનક કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અમે પાકિસ્તાનના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ભારતે બદલો લેવા માટે હુમલો કર્યો. ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવી.
ભારતીય વિદેશ મંત્રાલયના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે, પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે. વૈશ્વિક આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આતંકવાદીઓ સાથે સંબંધો હોવાની કબૂલાત કરી. પાકિસ્તાને UNSCમાં TRFનો બચાવ કર્યો. ભારત તણાવ વધારવા માંગતું નથી. ગઈકાલે પાકિસ્તાની હુમલાનો સેનાએ જવાબ આપ્યો.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, સરહદ પારથી આપણા વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ ગઈકાલે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) ગ્રુપ લશ્કર-એ-તૈયબાનું એક જાણીતું મોરચો છે. અમે પહેલગામ હુમલાની જવાબદારી લેનાર વ્યક્તિ વિશેની તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને આપી રહ્યા છીએ. TRF વિશે સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે. વિક્રમ મિશ્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે જ્યારે UNSC ના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત આવી ત્યારે ફક્ત પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો અને નામ હટાવી દીધું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી જૂથોને રક્ષણ અને સમર્થન આપી રહ્યું છે.વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર. અમારી કાર્યવાહી તણાવ વધારવાની નથી
ભારતે અગાઉ પણ પાકિસ્તાનને હુમલાના પુરાવા આપ્યા
વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,ભારતે અગાઉ પણ પાકિસ્તાનને હુમલાના પુરાવા આપ્યા છે.
પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા
વિક્રમ મિશ્રીએ MEA બ્રીફિંગમાં જણાવ્યું કે, પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા.
પાકિસ્તાને UNSCમાં TRFના પક્ષમાં નિવેદન આપ્યું
વિક્રમ મિશ્રીએ કહ્યું કે, પાકિસ્તાને UNSCમાં TRFના પક્ષમાં નિવેદન આપ્યું હતું
પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. અમે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાએ 15 ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બદલામાં લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો.
અમે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી – કર્નલ સોફિયા
આ પણ વાંચો, Black out: આજથી દેશના આ શહેરમાં રોજ રાતના 9થી 5 રહેશે સંપૂર્ણ બ્લેક આઉટ, જાણો કેમ લેવાયો નિર્ણય
