Site icon Time News

 ‘PM મોદીને ગિફ્ટમાં આપીશ’ નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યાં રાહુલ ગાંધી, સંસદમાં થયો હતો હોબાળો

નરવણેનું પુસ્તક લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સંસદ પહોંચ્યાં હતા આ પુસ્તક પર ફરી એક રાજકિય ધમાસણ મચ્યુ છે. પુસ્તક અંગે રાહુલ ગાંધીએ કહ્યું, “મારું માનવું છે કે તે (જનરલ નરવણેનું પુસ્તક) વિદેશમાં ઉપલબ્ધ છે. આ પુસ્તક વિદેશમાં પ્રકાશિત થયું છે. જોકે સરકાર તેને અહીં પ્રકાશિત થવા દેતી નથી. મારું માનવું છે કે પુસ્તક ઉપલબ્ધ છે.”

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક અંગે સતત મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. જ્યારે પણ તેમણે સંસદમાં ચીન સાથેના સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમને બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે સંસદની બહાર રાહુલ ભૂતપૂર્વ આર્મી ચીફનું પુસ્તક લઈને આવ્યા. પુસ્તક હવામાં લહેરાવતા તેમણે કહ્યું કે આ પુસ્તક વિદેશમાં ઉપલબ્ધ છે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે જ્યારે પીએમ મોદી સંસદમાં આવશે ત્યારે તેઓ આ પુસ્તક ભેટ આપશે.

રાહુલ ગાંધીએ કહ્યું, “મારું માનવું છે કે તે (જનરલ નરવણેનું પુસ્તક) વિદેશમાં ઉપલબ્ધ છે. આ પુસ્તક વિદેશમાં પ્રકાશિત થયું છે. જોકે સરકાર તેને અહીં પ્રકાશિત થવા દેતી નથી. મારું માનવું છે કે પુસ્તક ઉપલબ્ધ છે.”

પુસ્તક ક્યાંથી આવ્યું તે પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, “તમે અનુમાન કરી શકો છો કે આ પુસ્તક ક્યાંથી આવ્યું. તમે વિચારો કે તે ક્યાંથી આવ્યું.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને એક પુસ્તક ભેટમાં આપવાની વાત કરતા કહ્યું, ” વડા પ્રધાન આજે સંસદમાં આવશે, તો હું તેમને એક પુસ્તક ભેટમાં આપીશ.” તેમણે એમ પણ કહ્યું કે આ પુસ્તક કોઈ વિપક્ષી નેતાનું નથી. તે કોઈ વિદેશી લેખકનું નથી. પરંતુ આ પુસ્તક દેશના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેનું છે. એકમાત્ર આશ્ચર્યજનક વાત એ છે કે કેબિનેટ મંત્રીઓ અનુસાર આ પુસ્તક મોજુદ નથી.”

પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની પોસ્ટમાં આગળ કહ્યું, “આ પુસ્તક સ્પષ્ટપણે લખેલુ છે કે જ્યારે ચીની સેના આપણી સરહદમાં પ્રવેશી, ત્યારે આર્મી ચીફને આવી મહત્વપૂર્ણ ક્ષણે રાહ જોવડાવવામાં આવી. અને જ્યારે નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે વડા પ્રધાને ફક્ત એટલું જ કહ્યું, ‘તમને જે યોગ્ય લાગે તે કરો.'”

આ પુસ્તક કોઈ વિપક્ષી નેતાનું નથી. આ પુસ્તક કોઈ વિદેશી લેખકનું નથી. આ પુસ્તક ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેનું છે – અને આશ્ચર્યજનક રીતે, આ પુસ્તક કેબિનેટ મંત્રીઓમાં પણ મૌજુદ છે.

રાષ્ટ્રીય સુરક્ષા અંગે મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “આનો અર્થ એ છે કે દેશની સુરક્ષા સામેના સૌથી ગંભીર સંકટમાં મોદીએ રાજકીય જવાબદારી છોડી દીધી છે. જનરલ નરવણે પોતે લખે છે કે તે સમયે તેમને લાગ્યું કે રાજકીય નેતૃત્વએ સેનાને એકલી છોડી દીધી”

Exit mobile version