
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે આજે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સોમનાથ મહાદેવને રીઝવવા શિવભક્તો જલ, પુષ્પ, ફુલહાર લઈને સોમનાથ પહોંચ્યા છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર સવારે 4:00 વાગ્યે ખુલી ગયા હતા. ભાવિકો શાંતિપૂર્ણ દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટે વ્યવસ્થાઓ પણ કરી છે.
બેરિકેટ સાથે પોલીસનો ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાહનો માટે પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવાયો છે. સોમનાથ દાદાના દર્શન કરવા દૂર-દૂરથી પગપાળા પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા છે.
દેશભરમાંથી લાખોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યાં છે. સોમનાથ મંદિરથી ભગવાન સોમનાથની પાલખીયાત્રા પણ નીકળશે.
આ પણ વાંચો, રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
