
પહેલગામમાં થયેલો આતંકી હુમલો સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. શરૂઆતના અહેવાલો અનુસાર, હુમલામાં વિદેશી આતંકવાદીઓની સંડોવણીના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે.. મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી છે.
ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના જારી કરી છે. NIA એ આ મામલે સત્તાવાર રીતે કેસ નોંધ્યો છે. હવે NIA આ મામલાની તપાસ કરશે અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત અન્ય એજન્સીઓ NIAને મદદ કરશે. મહત્વનું છે કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, NIA ટીમ, જેમાં ફોરેન્સિક ટીમ અને તપાસ ટીમનો સમાવેશ થાય છે તે પહેલગામમાં જ છે. તપાસ એજન્સી સ્થાનિક પોલીસ પાસેથી આ મામલાને લગતા કેસ ડાયરી, એફઆઈઆર અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરશે.
આ પણ વાંચો, Weather update: રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી પાર જવાની આગાહી તો આ જિલ્લામાં વરસાદે વધારી ચિંતા
