Site icon Time News

Ahmedabad ફાર્મહાઉસમાંથી હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ, કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહીત 12 ઝડપાયા

Ahmedabad જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 12 વ્યક્તિઓની  ધરપકડ કરી છે. આમાં બાવળાના કોંગ્રેસ કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસ કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી પણ સામેલ છે. ઘટના કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મહાઉસ પર બની, જ્યાં આ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

પોલીસને બાતમી મળતાં તેઓએ તાત્કાલિક રેડ કરી અને 12 આરોપીઓને ઝડપી પાડ્યા. ઘટનાસ્થળેથી 3 દારૂની બોટલ, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી વાહનો જપ્ત કરાયા, જેનું કુલ મૂલ્ય 35 લાખ 87 હજાર 550 રૂપિયા છે.

દારૂ ની મહેફિલ માણતા ઝડપાયેલ આરોપીઓ

બગોદરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો, સુરતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version