
ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ પડ્યો છે. જેના કારણે નવા પાણીની આવક થતાં અનેક ડેમો છલકાયા છે. બીજીતરફ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગ તરફથી આગામી સાત દિવસ રાજ્યમાં કેવું હવામાન રહેશે તેને લઈને આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસથી પારો ઉંચકાતા ગરમી વધી છે. છુટાછવાયા વરસાદ સિવાય ભારે વરસાદના સમાચાર નહીવત છે. જો કે આગામી સમયમાં ભારે વરસાદ પડશે કે કેમ તેની માહિતી હવામાન વિભાગના ડાયરેક્ટરે આપી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. જ્યારે ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં તેમજ વડોદરા ,ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.આ અંગે વધુ વિગતો આપતા હવામાન વિભાગના ડાયરેકટર એ. કે. દાસએ જણાવ્યુ હતુ કે, ‘વરસાદી સિસ્ટમ સક્રિય પણ ગુજરાતમાં અસર નહીંવત રહેશે. વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાશે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના. આગામી 5 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની શઈ શકે.’
આજથી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 થી 27 જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વધઝુ એક સિસ્ટમ સક્રિય થશે. નવી સિસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 26 થી 29 જુલાઈ વચ્ચે પણ અણધાર્યા વરસાદની સંભાવના છે. 6 થી 10 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
નોંધનીય છે કે, અરબ સાગરમાં છેલ્લી સિસ્ટમ 13 જૂનના રોજ બની હતી. જે બાદ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી. તમામ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમે કારણે આવ્યા છે. 18થી 20 તારીખ સુધીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે જ્યારે 21 અને 22 તારીખોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો, Ahmedabad: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં ગુજરાતના બે શહેરો સામેલ, મોટા શહેરોમાં અમદાવાદ મોખરે
