Site icon Time News

કૃષ્ણ જન્મોત્સવથી અમદાવાદીઓ પર ઇન્દ્રદેવ રીઝ્યાં, નિકોલ-બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ છવાયા બાદ એકાએક કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી.કૃષ્ણ જન્મોત્સવથી અમદાવાદીઓ પર ઇન્દ્રદેવ રીઝ્યાં હોય તેવુ લાગે છે… અમદાવાદ શહેરના નિકોલ-બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે..

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી હતી. એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતાઓ છે. આજે રાજ્યના 13 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત અન્ય જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકા વરસાદ પડ્યો છે.

Exit mobile version