Site icon Time News

Monsoon update: આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાના લોકો રહે એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે, રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો, રાજ્યમાં 24 કલાકમાં 243 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 10 ઈંચથી વરસાદ ખાબકતા જળબંબાકાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version