Site icon Time News

મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

મુંબઈમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ટ્રાફિકની રફતાર ધીમી પડી ગઈ છે. સાથે જ અમુક સ્થળોએ લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈના વાશી વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. અંધેરી વિસ્તારમાં સબવેમાં પાણી ભરાઈ જતા ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડ્યો હતો.

તો પનવેલ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. હાલ મુંબઈમાં વરસાદ રોકાયો છે અને મોટાભાગના સ્થળોએથી પાણી ઓસરી ગયા છે. મુંબઈમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આ તરફ ભિવંડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ભિવંડીના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. મુખ્ય બજારમાં તો દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન થયું છે. તીનબત્તી, ભાજી માર્કેટ, નિઝામપુરા, આમપાડા, ખંડૂપાડા રોડ, વંજારપટ્ટી સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

3/6

મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે, વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરી સબવે (અંડરપાસ) માં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. રાતભર પડેલા ધોધમાર વરસાદથી અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત થયા છે. પૂરને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક પણ ધીમો પડી ગયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર, અંધેરી સબવે પાણીથી ભરાઈ ગયો છે, જેના કારણે તેને બંધ કરવો પડ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 29 જૂને શહેરમાં વરસાદ, ભારે પવન અને વાવાઝોડા સહિત પ્રતિકૂળ હવામાનનો અનુભવ થવાની ધારણા છે.

4/6

નોંધનીય છે કે અંધેરી સબવે મુંબઈનો એક મુખ્ય માર્ગ છે જે પૂર્વ અને પશ્ચિમને જોડે છે. દરરોજ હજારો વાહનો અને લોકો તેમાંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદ દરમિયાન અંધેરી સબવેમાં પાણી ભરાવાની સમસ્યા જૂની છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અનેક સ્થળોએ ભારે પાણી ભરાઈ ગયા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના કે અકસ્માત ન થાય તે માટે સબવેની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.

5/6

ભારે વરસાદને કારણે મુંબઈના રહેવાસીઓને ભેજ અને ગરમીથી નોંધપાત્ર રાહત મળી છે, પરંતુ વહેલી સવારે ઓફિસ અને કામ પર જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે વરસાદનું ઓરેજ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

6/6

Exit mobile version