
૩૦ જુલાઈ ૨૦૨૫ ના રોજ પશ્ચિમ રેલ્વેના જનરલ સ્ટોર સાબરમતી ખાતે વાર્ષિક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૭૦ જેટલા રેલ્વે કર્મચારીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
આ શિબિરમાં ડોક્ટરે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની તપાસ કરી હતી અને તેમને જરૂરી સલાહ આપી હતી. આ શિબિરમાં હાઈ બ્લડ પ્રેશરનો એક નવો કેસ અને ડાયાબિટીસનો એક કેસ નોંધાયો હતો અને ૧૩ રેલ્વે કર્મચારીઓના ઈસીજી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, યોગ્ય આહાર, નિયમિત કસરત અને ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોને રોકવા માટે દવાઓના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કર્મચારીઓને ભવિષ્યમાં આરોગ્ય સંભાળ માટે જરૂરી દવાઓ અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આ આરોગ્ય તપાસ શિબિર સહાયક વિભાગીય તબીબી અધિકારી (ADMO) ડૉ. શાશ્વત વિશ્વાસ અને ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ સાબરમતીનાં સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો, Gandhinagar: આરોગ્ય ક્ષેત્રે રીસર્ચ માટે “સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર”ને મંજૂરી અપાઇ
