Site icon Time News

શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI

HDFC બેન્કે તેના MCLR (Marginal Cost of Funds-based Lending Rate)માં વધારો કર્યો છે. બેન્કે વિવિધ મુદત માટે MCLRમાં 5 થી 15 બેસિસ પોઈન્ટ (bps)નો વધારો કર્યો છે. પરિણામે જો તમારી પાસે HDFC બેન્કમાં હોમ લોન, પર્સનલ લોન અથવા અન્ય કોઈ લોન છે તો તેનો EMI હવે વધુ મોંઘો થશે. નવા દર 7 નવેમ્બર, 2026થી અમલમાં આવ્યા છે. આ ફેરફાર બાદ HDFC બેન્કના નવા MCLR દર 7.85% થી વધીને 8.70% થઈ ગયા છે, જે પહેલા 7.75% અને 8.55% ની વચ્ચે હતા.

લોન મુદત દરો ઓક્ટોબર 2026 7 નવેમ્બર, 2026થી નવા દરો કુલ વધારો

ઓવરનાઈટ 7.80% 7.85% 5 bps (0.05%)
1 મહિનો 7.75% 7.85% 10 bps (0.10%)
3 મહિના 7.95% 8.05% 10 bps (0.10%)
6 મહિના 8.15% 8.30% 15 bps (0.15%)
1 વર્ષ 8.30% 8.45% 15 bps (0.15%)
2 વર્ષ 8.40% 8.55% 15 bps (0.15%)
3 વર્ષ 8.55% 8.70% 15 bps (0.15%)

MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત લેન્ડિંગ રેટ) એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નિર્ધારિત લઘુત્તમ વ્યાજ દર છે, જેનાથી નીચે કોઈ પણ બેન્ક કોઈપણ ગ્રાહકને લોન આપી શકતી નથી. આનો અર્થ એ છે કે તે બેંકો માટે લોન આપવાનો બેઝ રેટ છે. જો તમારી હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન MCLR સાથે જોડાયેલી હોય, તો તે સીધી રીતે તમારા લોનના વ્યાજ દર અથવા મુદતને અસર કરશે.

જોકે, એવું નથી કે તમારી EMI તાત્કાલિક વધશે. ફ્લોટિંગ રેટ ધરાવતી MCLR લોનની એક નિશ્ચિત ‘વ્યાજ દર રીસેટ તારીખ’ હોય છે. તેથી તમારા લોન કરાર મુજબ, તમારી EMI તમારી આગામી રીસેટ તારીખ આવે ત્યારે જ વધશે. જો કે, જો તમારી લોન સીધી રીતે રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડાયેલી હોય તો તમને આ MCLR વધારાથી કોઈ અસર થશે નહીં.

Exit mobile version