Site icon Time News

હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી

ઉત્તર પ્રદેશના શામલીના મોહલ્લા નાલા પટરી પર હરિયાણવી સિંગર અંકિત બાલિયાન પર 4 લોકોએ 14 ગોળીઓ મારી હત્યા કરી દીધી છે. ચાર લોકોએ પગપાળા આવીને હરિયાણવી સિંગર અંકિત બાલિયાનને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. અંકિત જીમ કરીને બહાર ગાડીમાં બેઠો હતો, ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ  છે અને તપાસ કરી રહી છે. અહેવાલો છે કે અંકિત જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો. અંકિતની હત્યા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.

અંકિત બાલિયાન શામલીનો રહેવાસી હચો. તેનું ગામ બંતી ખેડા છે. તે ઘણા વર્ષોથી સોનીપત-રોહતકમાં રહેતો હતો. અંકિત હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમનું સૌથી લોકપ્રિય ગીત ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ છે. અંકિત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તેમના નામે ઘણા ફેન પેજ પણ ચલાવવામાં આવે છે.

નોંધનિય છે કે, અંકિતે બે કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. નજીકના ભાઈ સાથેના ઝઘડામાં જો તેનું રસ્તા પર મર્ડર કરી દેવામાં આવે, જે નજરોમાં રહેશે બચીને કેવી રીતે નિકળી શકશે? આ પોસ્ટના કેપ્શનમાં, તેણે લખ્યું- ખાસ ભાઈ.

અંકિત બાલિયાનના ઈન્સ્ટાગ્રામ પર 420K ફોલોઅર્સ છે. તેમનું ઈન્સ્ટાગ્રામ બાયો ‘યુદ્ધાય કૃત નિશ્ચય’ છે. અંકિતનું ગીત ‘બેબી બદમાશ’ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ ગીત પર તેમણે ઘણી રીલ્સ પણ બનાવી હતી. આ ગીત 12 જુલાઈએ રિલીઝ થયું હતું. આ સિવાય તેમનું ગીત ‘ગેનર’ પણ ચર્ચામાં રહ્યું હતું. અંકિત ફિટનેસને લઈને ખૂબ જ સજાગ હતો. તે રોજ જીમ કરતો હતો. જીમમાંથી તે પોતાની તસવીરો અને વીડિયોઝ પણ શેર કરતો હચો. અંકિતના ગીતો ‘ઉત કસૂત’, ‘PTI’, ‘સુખના લેક’, ‘મુગલો કા પટોલા’ ચર્ચામાં રહ્યા હતા.

Exit mobile version