
ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતા હરીશ રાણાએ દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે. હરીશ રાણા પ્રથમ વ્યક્તિ છે જેને સુપ્રીમ કોર્ટમાંથી ઇચ્છામૃત્યુની મંજૂરી મળી હતી. 13 વર્ષ કરતા વધુ સમય સુધી કોમામાં રહ્યાં બાદ આજે તેણે એમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે.
માતા-પિતાની વિનંતી બાદ 11 માર્ચે સુપ્રીમ કોર્ટે ડોક્ટરોની દેખરેખમાં હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ત્યારબાદ એમ્સે ડોક્ટરોની એક ટીમ બનાવી હતી. અહીં ધીમે-ધીમે હરીશ રાણાનું ભોજન અને પાણી બંધ કરવામાં આવ્યું હતું.હરીશ રાણા ચંદીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં બીટેકનો વિદ્યાર્થી હતો. તે 2013મા ચોથા માળેથી પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તે કોમામાં જતો રહ્યો. પરિવાર અને ડોક્ટરો તરફથી તેને બચાવવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ તે ક્યારેય સાજો થઈ શક્યો નહીં. છેલ્લા 13 વર્ષથી તે બેભાન અવસ્થામાં બેડ પર હતો.
ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા એક દુર્ઘનટા બાદ એવી સ્થિતિમાં પહોંચી ગયો હતો કે તે ન બોલી શકતો હતો અને ન ચાલી શકતો હતો. 13 વર્ષ સુધી મશીનો અને મેડિકલ સપોર્ટના સહારે જીવિત રહેનાર હરીશની સ્થિતિ જોઈ સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયા એટલે કે જીવન રક્ષણ ઉપકરણ હટાવવાની મંજૂરી આપી હતી.
મહત્વનું છે કે કોર્ટે ઘણા મેડિકલ બોર્ડના રિપોર્ટ અને પરિવારની સહમતિને ધ્યાનમાં રાખતા આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે હરીશને દિલ્હી એમ્સના પેલિએટિવ કેર વિભાગમાં દાખલ કરવામાં આવે અને ત્યાં તેના જીવનના અંતિમ તબક્કાનું ધ્યાન રાખવા માટે સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ, વિધેયક રજૂ કરતા ભારત માતા કી જયના લાગ્યા નારા
