
જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે ઘટના બની હતી. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી હતી.
હકાભા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે અકસ્માતમાં હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા તેમના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
