Site icon Time News

 ગુજરાતી સિંગર કિંજલ રબારીએ આંતરજાતિય લગ્ન કર્યાં, પતિ પર હુમલો થતાં સોશિયલ મીડિયામાં કર્યો ખુલાસો

ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેમના ગીતો નહીં પરંતુ તેમના વ્યક્તિગત જીવનને લઈને ચર્ચા થઈ રહી છે. કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમણે પોતાની પસંદગીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. કિંજલના જણાવ્યા મુજબ, તેમના પરિવારને આ લગ્ન મંજૂર નહોતા અને આ કારણે હાલમાં વિવાદ ઉભો થયો છે.

કિંજલ રબારીએ વીડિયોમાં કહ્યું કે, તેઓ રાધનપુર તાલુકાના સિનાર ગામની રહેવાસી છે અને પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી તેઓ પોતાના પરિવારને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો.તેમણે જણાવ્યું કે પરિસ્થિતિને કારણે તેમના પતિ અશોક ચૌધરી તેમને લેવા આવ્યા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા.

લગ્નની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં તેમના પતિ અંગે અનેક પ્રકારની પોસ્ટ અને ટિપ્પણીઓ થઈ રહી હોવાનું કિંજલ રબારીએ જણાવ્યું છે. તેમના કહેવા મુજબ, પોતાની મરજીથી લગ્ન કરવાના કારણે તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. કિંજલ રબારીએ કહ્યું કે, તેઓ પોતાના સમાજનો ખૂબ માન રાખે છે, પરંતુ વ્યક્તિગત નિર્ણયને લઈને ખોટી અફવાઓ ફેલાવવી યોગ્ય નથી.

કિંજલ રબારીએ એવો પણ દાવો કર્યો છે કે તેમના પતિ પર હુમલો થયો હતો. આ કારણે તેમને અને તેમના પતિને જીવનું જોખમ હોવાની આશંકા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે કાનૂની સલાહ લીધી છે અને પોલીસ પાસે સુરક્ષા માટે અરજી પણ કરી છે.

કિંજલ રબારીએ જણાવ્યું કે, જો તેમને કે તેમના પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવાર પર રહેશે. સાથે સાથે તેમણે લોકોને અપીલ કરી કે તેમના લગ્નને લઈને કોઈપણ પ્રકારની ખોટી વાતો અથવા અફવાઓ ફેલાવવી નહીં.

કિંજલ રબારીએ વિડીયોમાં શું કહ્યું ?

હું કિંજલ રબારી ગામ સિનાર તાલુકો રાધનપુર હું એક પ્રોફેશનલ સિંગર છું મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ ત્યારથી સોશિયલ મીડિયા પર તેમાં જ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મે જોયું છે જેથી હું આ બધાને તેમજ આખાય રબારી સમાજને જણાવવા માગું છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે મને તેમ જ મારા પતિને જીવનો જોખમ છે એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમ જ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવાહ કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમેદાર મારો પરિવાર રહેશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને લગ્ન કરવા ગુજરાત હાઈકોર્ટે આપી મંજૂરી, સ્પે. મેરેજ એક્ટ હેઠળ આપ્યો ચુકાદો

Exit mobile version