Site icon Time News

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી… CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ ના પ્લેનમાં થયેલા હુમલાનો સામનો કરતા કેપ્ટન સ્મિત મચ્છરે 174 લોકોનો જીવ બચાવ્યા અને ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કરાવી. કો-પાયલટ દ્વારા ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હોવા છતાં સ્મિત મચ્છરે હાર ન માની અને પોતાના જીવ કરતા ફ્લાઇટના પેસેન્જર્સના જીવને ઉપર રાખતા તેમણે સૌને બચાવી લીધા. સ્મિતે આ કામ કોઈ હીરો બનવા માટે નથી કર્યું અને એ જ કારણ છે કે આજે તે આખી દુનિયાના હીરો બની ગયા છે.

સ્મિત મચ્છર ગુજરાતના રહેવાસી છે અને ગુજરાત સમેત આખા ભારતને તેમના પર ગર્વ છે. આ જ વાત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહી. ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરના નામે એક X પોસ્ટમાં લખ્યું, ગુજરાત અને આખા દેશને ખૂબ ગર્વ છે. આકાશમાં કેપ્ટન સ્મિત મચ્છરે જે અદમ્ય સાહસ અને વીરતા દર્શાવી, તે ખરેખર કલ્પનાથી પર છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે હુમલાખોરનો સામનો કર્યો, એક મોટી દુર્ઘટના ટાળી અને 174 મુસાફરોના જીવ બચાવ્યા.

CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે સ્મિત મચ્છર એક ગૌરવશાળી ભારતીય છે અને તેમની રગોમાં ગુજરાતી લોહી દોડે છે, જે તેમની હિંમતનું સાચું ઉદાહરણ છે. ગુજરાતી મૂળના આ બહાદુર પુત્રે વૈશ્વિક મંચ પર સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરની અસાધારણ બહાદુરીને સલામ કરી અને તેમના જલ્દી તથા સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી.

ફ્લાયદુબઈની દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં સવાર લોકોના જણાવ્યા અનુસાર, ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહેલા કો-પાઇલટ સાથે ઘર્ષણમાં આવ્યા હતા અને એક મોટી દુર્ઘટના ટાળી હતી. આ ઘટનાને કારણે વિમાનને સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. થોડા કલાકો બાદ મુસાફરો ફ્લાયદુબઈની અન્ય ફ્લાઇટ મારફતે તેલ અવીવ પરત ફર્યા હતા. વિમાનને દુર્ઘટનાથી બચાવવા માટે ભારતીય કેપ્ટન પોતાના કો-પાઇલટ સાથે ભીડાઈ ગયા હતા. ત્યારબાદ ઇઝરાયેલી મુસાફરોએ પણ કો-પાઇલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.

Exit mobile version