Site icon Time News

Gujarat: ગુજરાતમાં આ બે શહેરોમાં બનશે નવા એરપોર્ટ, સરકારને જમીન મળતા કામ શરૂ થશે

airplane night city

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. વિધાનસભામાં લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી. નાગરિક ઉડ્ડયન, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગારને લગતા પ્રશ્નો પણ ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યા હતા. જુદી જુદી સમિતિના અહેવાલ અને હિસાબો અંગેની સમીક્ષાના કાગળ વિધાનસભાના મેજ પર મુકવામાં આવ્યા છે. 

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નવા એરપોર્ટને લઇને સવાલ પૂછ્યો હતો જેનો સરકારે જવાબ આપ્યો હતો.સરકારે કહ્યુ કે, આગામી સમયમાં વધુ બે સ્થળો પર હવાઇમથક ઉભા કરવામાં આવશે. વડનગર અને સિદ્ધપુરમાં એરપોર્ટ બનશે. આ બન્ને સ્થળોએ અનુકૂળ જમીન શોધવાનું કામ સરકારે શરૂ કર્યું છે. જમીન મળ્યેથી એરપોર્ટ વિકસાવવામાં આવશે.

ગુજરાતમાં અત્યારે 18 એરપોર્ટ કાર્યરત

ગુજરાતમાં કૂલ 18 એરપોર્ટ્સ છે, જેમાં વિવિધ પ્રકારના હવાઇ મથકોનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ્સનું સંચાલન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ભારતીય વાયુસેના, ગુજરાત સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.

રાજ્યમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જ્યારે 9 ડોમેસ્ટિક એરપોર્ટ્સ છે. 

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ: 3

અમદાવાદ (સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ)
સુરત
વડોદરા

સ્થાનિક (ડોમેસ્ટિક) એરપોર્ટ્સ: 9

ભાવનગર
ભુજ
જામનગર
કંડલા
કેશોદ
પોરબંદર
રાજકોટ
અમરેલી
મહેસાણા

ખાનગી એરપોર્ટ્સ: 2
મુંદ્રા
મીઠાપુર

સંરક્ષણ (મિલિટરી) એરપોર્ટ્સ: 3
નલિયા
ડીસા

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદીઓ સાચવજો! રોંગ સાઇડ વાહન ચલાવતા પકડાયા તો થશે ધરપકડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version