
ગુજરાત રાજ્યમાં લાંબા સમયના શુષ્ક વાતાવરણ અને આકરી ગરમી બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે. મધ્ય ગુજરાતના બે મુખ્ય શહેરો વડોદરા અને અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સામાન્ય નાગરિકોને અસહ્ય ઉકળાટ તેમજ બફારામાંથી મોટી રાહત સાંપડી છે.
વડોદરા શહેરમાં સાંજે બરાબર 6 વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ગોરંભાતાં અચાનક ઘોર અંધારપટ છવાઈ ગયો હતો. ભરસાંજે રાત પડી ગઈ હોય તેવા માહોલ વચ્ચે વીજળીના ભયાનક ચમકારા અને કડાકા-ભડાકા સાથે સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ તૂટી પડ્યો હતો.
