
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ઉંચાપાન પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. રાત્રે દોઢ વાગ્યે તીવ્ર ગતિથી વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડા બાદ ધીમી ધારે વરસ્યો વરસાદ પડ્યો હતો. પોણો કલાક જેટલા સમય સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નગરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિત કવાંટ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વડોદરાના સાવલીમાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગરમી અને ઉકળાટથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. વરસાદ વરસતા સાવલી નગરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણામાં વરસાદ પડ્યો હતો. કડાણાથી સંતરામપુર રોડ પર ઝાડ પડવાની ઘટના બનવા પામી હતી.અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો..
સુરત શહેરમાં વરસાદનું આગમન
શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. ડીંડોલી, ઉધના, ભટાર, વેસુ, લિંબાયત વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે સુરતમાં વરસાદની આગાહી કરી હતી, તે મુજબ હળવા પવન સાથે વરસાદનું આગમન થયું છે. હળવો પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વાપી અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. વાપીમાં મોડી રાત્રે વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે. પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી છે.
