Site icon Time News

બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ,સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી

 રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ  કરી રહ્યાં હતા. જો કે રાજ્ય પર 4 સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.

બોટાદના ગઢડામાં આભ ફાટ્યું હતું. ગઢડામાં 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં 10 કલાકમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 11.85 ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઇ હતી. 24 કલાકમાં ગઢડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો.  ભારે વરસાદના કારણે બોટાદમાં કાર તણાઇ હતી. 

ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામની નદી બે કાંઠે વહેતી થઇ હતી. પાટખિલોરી ગામની નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.  દેરડી(કુંભાજી)થી વાસાવડ, બાબરા, અમરેલી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વિંછીયા તાલુકામાં રાત્રીના ધોધમાર બાદ સવારથી ફરી વરસાદ શરૂ થયો હતો. વિંછીયા તાલુકાના મોઢુકા ગામમાં  ધોધમાર વરસાદ વરસ્યો હતો.બોટાદમાં ફાટ્યું આભ, ગઢડામાં 12 કલાકમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ વરસ્યો .

Exit mobile version