Site icon Time News

ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન સાથે ત્રાટકશે મેઘરાજા, પોરબંદર-દ્વારકામાં તો ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે પોરબંદર અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જયારે બાકીના તમામ જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, મોરબી, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 13 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Exit mobile version