Site icon Time News

ગુજરાત એલર્ટ! 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, એકસાથે બે સક્રિય સિસ્ટમો લાવશે મેઘતાંડવ

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરિયાકાંઠે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. સાથે જ જણાવ્યું છે કે 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ થવાની સંભાવના છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMD અમદાવાદના ડિરેક્ટર ડૉ.એ.કે.દાસે જણાવ્યું, “આગામી ત્રણ દિવસ માટે 26થી 28 સુધી થંડરસ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી છે. 3 દિવસ દરિયાકાંઠે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.” તેમણે જણાવ્યું કે અમદાવાદમાં પણ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Exit mobile version