Site icon Time News

ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ , ઠંડી સાથે કમોસમી માવઠાની આગાહી

Oplus_131072

ઉત્તરભારતના ધુમ્મસ અને પવનોનું જોર વધી રહ્યું છે જેની અસર ગુજરાત રાજ્ય પર પણ જોવા મળશે. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તરભારત માંથી આવતા પવનોની દિશા બદલાતા ઠંડીમાં વધારા સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે રવિપાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે. ગુજરાતમાં 10.03 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો આવતા અઠવાડિયામાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 23મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. સાથે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન

નલિયા: 10.3 ડિગ્રી,
અમરેલી: 10.8 ડિગ્રી,
કંડલા: 12 ડિગ્રી,
પોરબંદર: 12.8.ડિગ્રી,
ડીસા: 12.4 ડિગ્રી,
ગાંધીનગર: 12.6 ડિગ્રી,
અમદાવાદ: 14.5 ડિગ્રી,
દીવ: 11.8 ડિગ્રી,
રાજકોટ: 13.3 ડિગ્રી,
કેશોદ: 13.9 ડિગ્રી,
મુન્દ્રા: 13.9 ડિગ્રી,
સુરેન્દ્રનગર: 14 ડિગ્રી

Exit mobile version