Site icon Time News

 રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત, IMDનું યલો એલર્ટ, આગામી દિવસોમાં ગરમી વધશે

રાજ્યમાં ઠંડી હવે લગભગ પૂરી રીતે વિદાય લઈ ચૂકી છે અને ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ અને વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં હિટવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે તાપમાન સતત વધતું જઈ રહ્યું છે. હાલ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયું છે. રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં તાપમાન 39 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, વડોદરા અને ડીસામાં 39-39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજ, મહુવા, કેશોદ, ગાંધીનગર અને સુરતમાં પણ લગભગ 39 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે.

હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન દેશના ઘણા વિસ્તારોમાં ગરમી અને હિટવેવનો પ્રભાવ જોવા મળી શકે છે. મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન વધુ રહેવાની શક્યતા છે અને લૂ લાગવાના કિસ્સાઓમાં પણ વધારો થઈ શકે છે. માર્ચ મહિનામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવા છતાં મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને માર્ચ મહિનામાં હિટવેવના દિવસોની સંખ્યા વધુ રહી શકે છે. દેશના અન્ય રાજ્યોમાં પણ ગરમીનો પ્રભાવ વધશે અને આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં પણ હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો માટે આરોગ્ય સંબંધી સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં થયેલા વિવિધ પરિબળોના મિશ્રણના કારણે ઉનાળાની શરૂઆત સામાન્ય સમય કરતાં થોડું વહેલી થઈ રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. બીજી તરફ પશ્ચિમ વિક્ષેપના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં હળવી હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેની અસર મર્યાદિત રહેશે. પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આકાશ વાદળછાયું રહેવાની અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યો જેમ કે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીમાં ધીમે-ધીમે વધારો થવાની શક્યતા હોવાથી લોકોને બપોરના સમયે બહાર જતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

હીટવેવથી બચવા આટલું કરો

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારા હીરો: સેમસને સતત ત્રણ અડધી સદી ફટકારી, જ્યારે બુમરાહ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો.

Exit mobile version