
ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATSની ટીમે આ પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ પાકિસ્તાનને માહિતી મોકલતો હતો. ATSની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી છે. આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.. આ જાસુસ કેટલા સમયથી પાકિસ્તાન માટે જાસુસી કરતો હતો.. અત્યાર સુધી તેણે ક્યારે-ક્યારે અને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી, આરોપી જાસુસનું શુૂં અહીંયા બીજુ કોઇ નેટવર્ક છે કે કેમ.. વગેરે સવાલોના જવાબ મેળવવામાં આવશે.
બીજી તરફ બનાસકાંઠામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરાયો છે. BSFના જવાનોએ સૂચના આપ્યા છતાં ઘુસણખોર શખ્સ ભારતમાં પ્રવેશવા આગળ વધી રહ્યો હતો, જે બાદ BSFએ તેને ઠાર કરી દીધો હતો.
