
અમદાવાદના વ્યસ્ત વિસ્તાર શિવરંજની ખાતે આવેલ BRTS બસ સ્ટેન્ડમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો તાત્કાલિક બહાર રોડ પર દોડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ ઘટનાએ થોડા સમય માટે વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ ફાયરબ્રિગેડની ટીમ આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ ચાલુ છે.
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક આવેલા વ્યસ્ત BRTS બસ સ્ટેન્ડ પર મંગળવારે (25 માર્ચ) બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. પૂર્વ અને પશ્ચિમ તરફ જતી રોજની 100થી વધુ બસોની અવરજવર ધરાવતા આ બસ સ્ટેન્ડમાં કેબિનના ઉપરના ભાગે અચાનક અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ ત્યાં હાજર પેસેન્જરો અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી અને સૌએ સુરક્ષાના પગલાં તરીકે તાત્કાલિક સ્થળ ખાલી કર્યું હતું.
આગ લાગતાં જ બસ સ્ટેન્ડમાં હાજર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, પરંતુ તે સમયે પેસેન્જરોને ઉતારવા માટે ઊભી રહેલી બે બસો મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. બસ સ્ટેન્ડનો દરવાજો સમયસર ન ખુલતા આ બંને બસો બહાર નીકળી શકી નહોતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરે સતર્કતા દાખવી સમયસર બસને રોકી અને પાછળ લઈ જઈ મોટી દુર્ઘટના ટાળી હતી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો; LPGને લઇ પેનિક થવાની જરૂર નથી? શું છે અસલી સચ્ચાઇ, ખુદ સરકારે કરી સ્પષ્ટતા
