
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલીની સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ સામે વકીલોની હડતાળ સમેટાઈ ગઈ છે. સોમવારથી ગુજરાત હાઇકોર્ટ રાબેતા મુજબ કાર્યરત થશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનએ ત્રણ દિવસ સુધી કામથી દૂર રહી હડતાળ કરી, જેના કારણે લગભગ 20 હજાર કેસો પર સીધી અસર પડી.
ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ બાબતે ગુજરાત હાઈકોર્ટના વકિલોએ વિરોધ દર્શાવી હડતાળ ઉપર ઉતર્યા હતા. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા જજની બદલીની ભલામણ થતા ગુજરાત હાઇકોર્ટના વકીલોએ કામકાજથી અળગા રહ્યા હતા.
એસોસિયેશનની પ્રતિનિધિ મંડળે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી. આર. ગવઈ અને કોલેજિયમને રજૂઆત કરી, જસ્ટિસ ભટ્ટની બદલી રદ કરવા માંગ કરી. કોલેજિયમે 14 જજોની બદલીની ભલામણ કરી હતી. જેમાંથી 11 જજોની બદલીઓ સામે દેશભરમાં વિરોધ થયો. હવે આ મામલે આગામી નિર્ણય સુપ્રીમ કોર્ટ લેશે.
