Site icon Time News

30 વર્ષ જૂના કેસનો ચુકાદો: પતિનું પત્નીને થપ્પડ મારવું ક્રૂરતા નથી: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પતિ દ્વારા મારવામાં આવેલી એક થપ્પડને ક્રૂરતા ગણી શકાય નહીં. આ અવલોકન કરતા, હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા લાદવામાં આવેલી સજાને ઉલટાવી દીધી. આ કેસ 1995નો છે. આ દંપતીના લગ્ન પણ એ જ વર્ષે લગ્ન થયા હતા અને વલસાડ જિલ્લામાં રહેતા હતા. લગ્નના થોડા મહિના પછી જ પત્નીએ આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ તેમની પત્નીના પિતાએ જમાઈ પર ક્રૂરતા અને ઉત્પીડનનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મૃતકના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ઘણીવાર પાર્ટીઓમાંથી મોડા ઘરે આવતો અને તેમની પુત્રી સાથે મારઝૂડ કરતો હતો. તે એક વખત તેના પિયર ગઇ આવી હતી અને સાસરિયામાં જાણ કર્યો વિના રોકાઇ ગઇ હતી તેના કારણે તેમને થપ્પડ મારી હતી. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 498A (દહેજ ક્રૂરતા અને ઉત્પીડન) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ FIR નોંધી હતી. 2003 માં, વલસાડ સેશન્સ કોર્ટે પતિને દોષિત ઠેરવ્યો હતો અને કલમ 498A હેઠળ એક વર્ષની જેલ અને કલમ 306 હેઠળ સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.

જોકે, આરોપીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને ઉથલાવી દીધો અને આરોપીની તરફેણમાં ચુકાદો આપ્યો અને પતિને નિર્દોષ જાહેર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, માત્ર એક જ વખત થપ્પડ મારવાની ઘટના ક્રૂરતા ન કહેવા એ પણ પતિને જાણ કર્યાં વિના પિયર રોકાઇ હતી અને ગુસ્સામાં એક વખત પતિએ થપ્પડ મારી હતી આ ક્રૂરતાપૂર્વ વ્યવહાર ન કહી શકાય. બીજી તરફ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે, પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરાઇ હોય મરવા માટે મજબૂર કરાઇ હોય તેવા પણ કોઇ પુરાવા મળ્યાં નથી. આ તથ્યોને જોતા આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ઊંઝા-મહેસાણા રોડ પર અક્સ્માત, ઇકો ડિવાઇડર સાથે અથડાઈ, એકજ પરિવારના 4નાં મૃત્યુ

Exit mobile version