Site icon Time News

ગુજરાત સરકારે નોકરીના કલાકોમાં કર્યો વધારો, જાણો કેટલો? મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ

ગુજરાત વિધાનસભામાં આજે દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રજૂ કરવામાં આવેલ આ બિલ ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું.

કામના કલાક – દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. સળંગ કામ કરવાની મર્યાદા 5 કલાકથી વધારીને 6 કલાક કરવામાં આવી છે.

ઓવરટાઈમ – ઓવરટાઈમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે.

નિયમ ક્યાં લાગુ થશે – અગાઉ 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર આ કાયદો લાગુ પડતો હતો. હવે 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર જ આ કાયદો લાગુ પડશે. 20 કરતાં ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓ નોંધણી વગર ફક્ત ઓનલાઈન જાણ કરી શકશે.

365 દિવસ – સંસ્થા વર્ષના 365 દિવસ ચલાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

સૌથી ઉલ્લેખનીય ફેરફાર મહિલાઓ માટે છે. મહિલા કર્મચારીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા આ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય, તો મહિલા શ્રમયોગીને રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવશે.

આરામ માટેના રૂમ, ઘોડિયાઘર, અલગ શૌચાલય, જાતીય સતામણીથી રક્ષણ અને સંસ્થાથી ઘર સુધી આવ-જા માટે વ્યવસ્થ જેવી સુવિધાઓ સામેલ છે. મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેની સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે.

20 કરતાં ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓ માટેના નિયમ હળવા કરવામાં આવ્યા હોવાથી હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકોને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અંતર્ગત આ ફેરફારો ઝડપભેર આગળ વધવામાં મદદ કરશે.

Exit mobile version