Site icon Time News

Gandhinagar: ગુજરાત સરકારની જાહેરાત, મૃતકના પરિવારને પાંચ લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારની સહાય અપાશે

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારોની પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઉભી છે.

રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય કરશે.

આ પણ વાંચો, http://Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગંભીરને જાનથી મારી નાખવાની મળી ધમકી, ‘ISIS કાશ્મીર’ વિરુદ્ધ ફરિયાદ દાખલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version