
ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ CYBER ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા મોડી રાત્રે ધરપકડ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ દ્વારા પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર વર્ષ 2024માં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાના મોત્બેરની આ ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોય તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે. કેસની વધુ તપાસ સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સમગ્ર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો, Bangalore: બેંગલોર ભગદડ મામલે RCB માર્કેટિંગ હેડની એરપોર્ટ પરથી ધરપકડ, અન્ય 3 લોકો પણ કસ્ટડીમાં
