Site icon Time News

ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’નો વ્યાપ વધારાયો

CM Bhupendra Patel
CM Bhupendra Patel

ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે એક ખૂબ જ રાહતરૂપ સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગાયોના નિભાવ અને પોષણ માટે ચાલતી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’નો વ્યાપ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ માત્ર જૂની નોંધાયેલી સંસ્થાઓને જ મળતો હતો, પરંતુ હવે સરકારે નિયમોમાં ઉદારતા દાખવીને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધણીની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી દીધી છે. આ નિર્ણયથી ગૌસેવા સાથે જોડાયેલી રાજ્યની અનેક નવી સંસ્થાઓને પશુઓના નિભાવ માટે દૈનિક આર્થિક સહાય મળશે, જેનાથી ગૌવંશની જાળવણી વધુ સારી રીતે થઈ શકશે.

પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉના નિયમ પ્રમાણે જે ગૌશાળા કે પાંજરાપોળની નોંધણી 31 માર્ચ 2022 પહેલાં થઈ હોય તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર હતો. આ કારણે નાણાકીય વર્ષ 2023-24 પછી શરૂ થયેલી અનેક નવી ગૌશાળાઓ સહાયથી વંચિત રહી જતી હતી. આ મુદ્દે વિવિધ સંસ્થાઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ ટ્રસ્ટ નોંધણીની મર્યાદા વધારવાનો મોટો નિર્ણય લીધો છે.

હવે નવા નિયમ મુજબ, આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026 થી, જે સંસ્થાઓની નોંધણી 31 ડિસેમ્બર 2025 સુધીમાં થઈ ગઈ હશે, તેવી તમામ ગૌશાળા અને પાંજરાપોળ આ સહાય મેળવવા માટે હકદાર ગણાશે.

Exit mobile version