Site icon Time News

Banaskantha: ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા સુઇગામ, અરસગ્રસ્તો, અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક

ગુજરાતમાં અનરાધાર વરસાદે ઉત્તર ગુજરાતની કમર ભાંગી નાખી છે. ખાસ કરીને સુઇગામ વિસ્તારમાં તો વરસાદે ભારે તબાહી મચાવી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા, પાટણમાં વરસાદથી સૌથી વિપરિત અસર પડી છે. જેનાં કારણે ના માત્ર આ જિલ્લાઓ જળબંબાકાર થયા પરંતુ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નાશ પામ્યું. રોડ રસ્તાથી માંડીને લોકોનાં મકાન બરબાદ થઇ ગયા. હજારો લોકો ઉંચાણવાળા વિસ્તાર અથવા તો ઘરના ધાબાઓ પર અનેક દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા હતા.

પુરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ન માત્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા. પરંતુ સ્થાનિક લોકો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમને પડેલી મુશ્કેલી, આ ઉપરાંત તેમને મળેલી સરકારી સહાય, પાક સહાય સહિતની બાબતોએ પણ ચર્ચા કરીહ તી. નાગરિકોને સાંત્વના આપી હતી. આ ઉપરાંત તેમને થયેલા તમામ પ્રકારનાં નુકસાનમાં સરકાર સતત તેમની પડખે છે તેવી પણ બાંહેધરી આપી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ નવી પહેલ કરતા તમામ સંબંધિત અધિકારીઓને નાગરિકોને મહત્તમ રાહત મળી રહે તે માટે આદેશ આપ્યો હતો. તેમ છતા પણ કોઇ પ્રકારની સમસ્યા થાય તો મુખ્યમંત્રીએ પોતાના મુખ્યમંત્રી સ્વાગત નંબર પણ જાહેર કર્યો હતો. જ્યાં કોઇ પણ પ્રકારની સમસ્યા થાય તો તત્કાલ કોલ કરવા માટે પણ જણાવ્યુંહ તું. તેમણે જણાવ્યું કે, તમારો માત્ર એક કોલ અને સમગ્ર તંત્ર તમારા માટે કામે લાગી જશે. કોઇ પણ પ્રકારની પરેશાની હોય તો ગમે ત્યારે ફોન કરવા માટેની અપીલ કરી હતી.આ ઉપરાંત બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા સુઈગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં સુઈગામ પ્રાંત કચેરીમાં અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક કરી હતી. સુઈગામ, વાવ અને થરાદમાં વરસાદે સર્જેલ તારાજીને લઈ અધિકારીઓ સાથે બેઠકમાં તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદી પાણીના કારણે કેવા પ્રકારનું નુકશાન થયું છે. કેટલા લોકો વરસાદથી અસરગ્રસ્ત થયા છે તે અંગે બેઠકમાં ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી બળવંત રાજપૂત, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ધારાસભ્યો અને અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચો. GSTના નવા દરની અમલવારી ચાલુ થતાં દૂધના ભાવ ઘટશે? અમૂલના MDએ કરી સ્પષ્ટતા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version