ગુજરાત બજેટ 2026: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 2902 કરોડની જોગવાઈઓ, જાણો વિગતવાર માહિતી

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં સતત પાંચમી વાર બજેટ રજુ કર્યું. આ વખતે બજેટમાં મુખ્ય ફોકસ GYAN પર છે એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા વિવિધ જાહેરાતો અને જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2026-27ના માટે આ વખતે કુલ 4 લાખ 8 હજાર 53 કરોડ (4,08,053 કરોડ)નું વિક્રમી બજેટ રજુ થયું.  જે હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 2902 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઈઓમાં કઈ કઈ જાહેરાતો કરાઈ છે તે વિગતો ખાસ જાણો. 

 નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે 226 કરોડની જોગવાઇ.

– શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 200 કરોડની જોગવાઇ.

– પી. એમ. સેતુ યોજના અંતર્ગત 200 કરોડની જોગવાઇ.

– શ્રમિક બસેરા યોજના માટે 150 કરોડની જોગવાઇ.

– રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે 97 કરોડની જોગવાઇ. 

– સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા 84 કરોડની જોગવાઇ.

– વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે 64 કરોડની જોગવાઇ.

– ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ 60 કરોડની જોગવાઇ.

– “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” અંતર્ગત 40 કરોડની જોગવાઇ.

– રાજ્યની તમામ સરકારી ITIના 1 લાખ 50 હજાર તાલીમાર્થીઓને દર વર્ષે 2 યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા 30 કરોડની જોગવાઇ.

– મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા 25 કરોડની જોગવાઇ.

– સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્‍વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે 5 લાખની સહાય આપવા 12 કરોડની જોગવાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *