ગુજરાત બજેટ 2026:યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ, સોમનાથનો ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે થશે વિકાસ

આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યના 2026 અને 27નું બજેટ રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના યાત્રાધામના વિકાસ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યાત્રાધામના વિકાસ માટે બજેટમાં કરોડોની જોગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન  અને  સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે  શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ જોગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. 


સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત  સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના  માટે ₹447 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ એક  આગવી ઓળખ ઉભી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે, 
સોમનાથમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવા  447 કરોડની ફાળવણી કરાઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *