ગુજરાત બજેટ 2026: સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે ખુશખબર, 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે, બજેટમાં એલાન

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કર્યું હતું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્ષે ગુજરાતના બજેટનું કુલ કદ 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે. સાથે જ 974 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.
જે અંતર્ગત સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે એક અગત્યના સમાચાર છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે સરકારી નોકરીઓમાં 4500 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. અને જેના લીધે સરકારી પરીક્ષા આપી રહેલા તમામ લોકો માટે સરકારી નોકરીની તકો વધશે.